ખેડૂત સમન્વય સમિતિ અંક્લેશ્વર દ્વારા જિલ્લા કલેકટરને પાઠવાયેલ આવેદનપત્રમા જણાવવામાં આવ્યું છે કે ભાડભૂત બેરેજ યોજનાના અંક્લેશ્વર તાલુકાના જૂના બોરભાથા , બોરભાઠા બેટ , સક્કરપોર , સરફુદ્દીન , તળીયા , ધંતુરીયા ગામોની જમીનો સંપાદન થાય છે . જેમાં પ્રમોલગેશન થયા બાદ દરેક ગામોમાં જમીનોના કબજા ફેર અને રી – સર્વેમાં ઘણા ગામોની જમીનોના સર્વે નંબરો નીકળી ગયા છે . અગાઉ જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ ની કલમ ૧૧ ( ૧ ) અને ૧૧ ( ૨ ) ના જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ છે જે જમીનો સંપાદન હેઠળ પ્રભાવિત થતી હોય તેના દરેક પ્રશ્નો કલેક્ટર દ્વારા જમીનનો રેકર્ડ દુરસ્ત કર્યા પછી જ સંપાદન અને બીજા જાહેરનામાની પ્રક્રિયા કરવાની હોય છે જે આજ દિન સુધી કરવામાં આવી નથી..

અસરગ્રસ્તો ન્યાયથી વંચિત છે.જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ ની કલમ ૨૬ ( ૨ ) અનુસાર જમીન સંપાદન કરતા પહેલા ફરજીયાતપણે જંત્રીની વિસંગતતા દૂર કરી બજાર કિંમત રીવાઈઝ કર્યા પછી જ જમીન સંપાદનની પ્રક્રિયા કરવાની હોય છે . જે આજ દિન સુધી કરવામાં આવેલ નથી . આ ખેડૂતો ભાડભૂત બેરેજ યોજનાના નથી સરકાર સાથે હોય મહામૂલી જમીન જે એકમાત્ર આવકનું સાધન હોય એ છીનવાઈ જતું હોય ત્યારે જે રીતે સુરત – નવસારી અને વલસાડ જીલ્લાને જે રીતે જંત્રી રીવાઈઝ કરીને જે વળતર ચૂકવેલ છે તે જ રીતે ભરૂચ જીલ્લાને પણ વળતર ચૂકવવામા આવે તેવી માંગણી કરવામાં આવી છે.