ભરૂચ જિલ્લા કલેક્ટર નવનાથ ગવ્હાણેએ જંબુસર તાલુકાની સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી. આ પ્રવાસ દરમિયાન તેમણે મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર તેમજ અણખી ગ્રામ પંચાયતની મુલાકાત લઈને વહીવટી કામગીરી, દફતર તપાસણી, કરવેરા વસૂલાત અને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી.

ઉપસ્થિત અરજદારો સાથે સંવાદ કરી સરકારી સેવાઓ મેળવવામાં પડતી સુવિધાઓ, મુશ્કેલીઓ અંગે પૃચ્છા કરી હતી.ઐતિહાસિક મહાત્મા ગાંધી આશ્રમ સાથે જ અણખી ગ્રામ પંચાયત, આંગણવાડી કેન્દ્ર, પ્રાથમિક શાળા, આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ સેવાઓની સમીક્ષા કરી જરૂરી સુચનો કર્યા હતા.
