ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ યોજાયો હતો

ભરૂચ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યસભાના સાંસદ રહી ચૂકેલા મર્હુમ અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, શહેર પ્રમુખ સલીમ અમદાવાદી, ઝુબેર પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેમદ પટેલે પોતાના રાજકીય જીવનમાં કોંગ્રેસ પાર્ટી માટે અમૂલ્ય યોગદાન આપ્યું હતું ત્યારે તેઓના કાર્યોને યાદ કરવામાં આવ્યા હતા