-
ભરૂચ જિલ્લા ભાજપનું વિરોધ પ્રદર્શન
-
પાંચબત્તી ખાતે વિરોધ
-
મૌન ધરણા પ્રદર્શન યોજાયું
-
કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાતીઓ અંગેના નિવેદનનો વિરોધ
-
કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાયા
ભરૂચ: ભાજપ દ્વારા મૌન ધરણા પ્રદર્શન યોજાયુ, કોંગ્રેસ અધ્યક્ષના ગુજરાતીઓ અંગેના નિવેદનનો વિરોધ
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.. સમાચાર
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ તેમજ ગુજરાતીઓ વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનના વિરોધમાં ભરૂચમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું..
કોંગ્રેસ રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતીઓ માટે ‘અભણ’ અને ‘મૂર્ખ’ જેવા શબ્દોનો પ્રયોગ કરતા વિવાદ સર્જાયો છે .તેની વિરુદ્ધમાં ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા શહેરના પાંચબત્તી ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાનીમાં ‘મૌન ધરણા વિરોધ પ્રદર્શન’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.ભાજપ દ્વારા ખડગેના એ નિવેદન સામે પણ રોષ વ્યક્ત કરાયો જેમાં તેમણે કહ્યું હતું કે ગુજરાતીઓ દેશના અન્ય ભાગોમાંથી ઉદ્યોગો ગુજરાતમાં ખેંચી લાવે છે. ભરૂચ જિલ્લા ભાજપ આગેવાનોએ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી મલ્લિકાર્જુન ખડગે ગુજરાત અને ગુજરાતીઓના અપમાન બદલ માફી નહીં માંગે ત્યાં સુધી તેમનો વિરોધ ચાલુ રહેશે.આ વિરોધ પ્રદર્શનમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા
