મોદી સરકારના 11 વર્ષની ઉજવણી, વિશેષ કાર્યશાળા યોજાય, સરકારની સિદ્ધિઓ વર્ણવાય
ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોદી સરકારના 11 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વિકસિત ભારતના અમૃત કાળ, સેવા સુશાસન અને ગરીબ કલ્યાણની થીમ પર કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદે 11 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા “વિકસિત ભારતના અમૃતકાળ – સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ થીમ પર એક વિશેષ કાર્યશાળાનું આયોજન ભરૂચ ડીસ્ટ્રીકટ કો-ઓપરેટીવ બેંકના સભાખંડમાં કરવામાં આવ્યું હતું. મુખ્ય વક્તા તરીકે હિતેશ પટેલ ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ભાજપના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યશાળામાં 2014થી 2025 સુધીના વડાપ્રધાન મોદીના શાસન દરમિયાન કરવામાં આવેલા વિકાસ કાર્યો, જાહેર કલ્યાણ યોજના અને સુશાસનની વિવિધ પહેલોનું વિસતૃત રૂપે વર્ણન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ સહિત અનેક અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
