ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી

બિલોઠી બેઠક પર પેટા ચૂંટણી યોજાશે

આપના સભ્યનું થયું હતું નિધન

આજરોજ ઉમેદવારી પત્રો ભરાયા

ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે ટક્કર

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણીમાં આજરોજ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા.

ભરૂચની નેત્રંગ તાલુકા પંચાયતની બિલોઠી બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. બિલોઠી બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.ભાજપમાંથી કાંતિલાલ વસાવા, આમ આદમી પાર્ટીમાંથી પ્રવીણ વસાવા અને કોંગ્રેસમાંથી રણજીત વસાવાએ ઉમેદવારી પત્રો દાખલ કર્યા છે.

આ બેઠક પર આમ આદમી પાર્ટીના વિજેતા સભ્યના નિધન બાદ બેઠક ખાલી પડતાં પેટાચૂંટણી યોજાઈ રહી છે. ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થતાં હવે ચૂંટણી પ્રચાર તેજ બનશે.ચૂંટણી કાર્યક્રમ મુજબ 28 જુલાઈના રોજ મતદાન યોજાશે, જ્યારે 30 જુલાઈના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. પેટાચૂંટણીના પરિણામ પર સ્થાનિક રાજકીય પક્ષોની નજર મંડાઈ છે.