ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

રોટરી હોલ ખાતે આયોજન

ઇનરવહીલ ક્લબ દ્વારા આયોજન

શપથ ગ્રહણ સમારોહ યોજાયો

આગેવાનો રહ્યા ઉપસ્થિત

ઇનર વ્હીલ ક્લબ ઓફ ભરૂચનો ૬૧મા પ્રમુખ પદનો પદગ્રહણ સમારંભ  રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્વક સંપન્ન થયો હતો.

ભરૂચના રોટરી હોલ ખાતે ઇનરવહીલ ક્લબના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં  પ્રમુખ તરીકે શ્રુતિ અમિત ચાવડા અને સેક્રેટરી તરીકે  બીજલ ભાવિક જૈનની પસંદગી કરવામાં આવી હતી. આ પ્રસંગે ડિસ્ટ્રિક્ટ ૩૦૬ના ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતે નવનિયુક્ત પ્રમુખ, સેક્રેટરી તેમજ તેમની ટીમની શપથવિધિ કરાવી હતી.

આ પ્રસંગે ગેસ્ટ ઓફ ઓનર તરીકે ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ  ડિમ્પલબેન રાજ તેમજ  દિવ દમણ અને દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી  દુષ્યંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા.સંસ્થાની સેવાકીય પહોંચને વિસ્તૃત કરવા માટે ‘ઇનર વ્હીલ બ્રાન્ડિંગ’, શિક્ષણના વ્યાપને વધારવા માટે ‘વિદ્યા ઉદય’ અંતર્ગત ‘બુક ડિસ્ટ્રીબ્યુશન’, મૂંગા પશુઓની સેવા માટે ‘એનિમલ વેલફેર’ અને મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ‘વુમન એમ્પાવરમેન્ટ’ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટો પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.