ભરૂચ જિલ્લા ભાજપ પ્રશિક્ષણ વર્ગના સમાપન સત્રમાં પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી અને પ્રદેશ મહામંત્રી અનિરુદ્ધ દવે ઉપસ્થિત રહ્યા હતા. ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિરે ભરૂચ જિલ્લા ભાજપના બે રાત્રી ત્રણ દિવસના પ્રશિક્ષણ મહા અભિયાનમાં 11 સત્રોમાં પ્રદેશ ભાજપના 11 મહાનુભવોએ પ્રશિક્ષણ વર્ગ લીધા હતા. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ, મહામંત્રીઓ, પાંચેય ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત સંગઠનના 58 હોદેદારો પ્રશિક્ષણાર્થી તરીકે જોડાયા હતા.ત્રણ દિવસના જિલ્લા ભાજપના પ્રશિક્ષણ વર્ગના સમાપન બાદ પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી, ધારાસભ્યો, જિલ્લા પ્રમુખ, પ્રભારી, મહામંત્રીઓ, ઉપપ્રમુખએ નિલકંઠ વર્ણીને અભિષેક કરી સ્વામિનારાયણ સંતોના આશીર્વાદ લીધા હતા.
