ભરૂચમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનની મુખ્ય કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું.
આપનું આજે કરેલું રક્તદાન, કોઈ જરૂરિયાતમંદ દર્દી માટે જીવનની નવી આશા બની શકે છે, ત્યારે ભરૂચ શહેરની જુની BT મીલની સામે આવેલ નેશનલ ટ્રેડ સેન્ટર સ્થિત ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનની મુખ્ય કચેરી ખાતે સનાબિલ યુથ ફાઉન્ડેશન-ભરૂચ તથા યુનિટી બ્લડ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કરી આ સેવાકાર્યમાં પોતાનો સહયોગ આપ્યો હતો. આ પ્રસંગે ધી યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન ટ્રસ્ટ-ભરૂચના પ્રમુખ અબ્દુલરહીમ શેખ, સનાબિલ યુથ ફાઉન્ડેશન-ભરૂચના સોચેબ પટેલ, વસીમ શેખ સહિતના આગેવાનો, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
