હઝરત મહંમદ પયગંબર સાહેબ (સ.અ. વ.સ)ની શાનમાં ટિપ્પણી કરી ગુસ્તાખી કરનાર નૂપુર શર્મા તેમજ નવીન ઝીંદાલ વિરુદ્ધ ભરૂચ જિલ્લાના દયાદરા ગામના ગ્રામજનોએ આક્રોશ ઠાલવી બંધ પાળીને વિરોધ નોંધાવ્યો હતો.
હાલ વિશ્વ સહિત સમગ્ર દેશભરમાં પયગંબર સાહેબના ગુસ્તાખો વિરુદ્ધ વિરોધનો વંટોળ ફૂંકાયો છે, ત્યારે હવે વિરોધની આગ શહેરોના સીમાડા ઓળંગી ગામડાઓ સુધી પ્રસરી રહી છે. ભરૂચના દયાદરા ગામે પણ ગ્રામજનો તેમજ વેપારીઓએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખી નબીની શાનમાં વાણી વિલાસ કરનારાઓનો વિરોધ નોંધાવવા સજ્જડ બંધ પાળવામાં આવ્યું હતું. આ સાથે જ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબ વિશે બફાટ કરી મુસ્લિમોની ધાર્મિક લાગણી દુભાવનાર અનિષ્ટ તત્વો સામે સખતમાં સખત પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ પણ કરાઈ હતી. વારે તહેવારે નબીની શાનમાં ગુસ્તાખી કરી મજાક કરનારાઓ સામે સરકાર દ્વારા કાયદો ઘડી આવા દુષ્ટ તત્વો સામે લગામ કસવામાં આવે તેવી પણ ગ્રામજનોએ લાગણી વ્યક્ત કરી હતી.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170