ભરૂચના જંબુસરમાં આવેલો છે બ્રિજ
જંબુસર-આમોદને જોડતો બ્રિજ
બ્રિજ પર પડી તિરાડ
લોકાર્પણના 100 દિવસમાં જ તિરાડ પડી
કોંગ્રેસના ભ્રષ્ટાચારના આક્ષેપ
ભરૂચના જંબુસર અને આમોદ તાલુકાને જોડતા માર્ગ પર રૂ. 66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડોલીયા-દેણવા બ્રિજમાં તિરાડ પડતા ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે.
ભરૂચના જંબુસર અને આમોદ તાલુકાને જોડતા માર્ગ પર રૂ. 66 કરોડના ખર્ચે નિર્માણ પામેલા ડોલીયા-દેણવા બ્રિજમાં લોકાર્પણના માત્ર 100 દિવસમાં જ મોટી તિરાડો જોવા મળતાં બાંધકામની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.બ્રિજના આર.સી.સી. રોડ પર મોટી તિરાડો પડતાં વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે.
બ્રિજના નિર્માણમાં નબળી ગુણવત્તાવાળા મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. કરોડોના ખર્ચે બનેલા બ્રિજમાં આટલા ટૂંકા ગાળામાં તિરાડો પડતાં ભ્રષ્ટાચારના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
આ મામલે કોંગ્રેસે બાંધકામની ગુણવત્તાની તટસ્થ તપાસ કરાવી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હવે તંત્ર દ્વારા આ મામલે શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
