ભરૂચ એલસીબીએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ઉપર દહેજ એક્ઝિટ રોડ ઉપરથી બે ટેન્કરમાંથી ડ્રાઇવર અને કેમિકલ માફીયાઓ ભેગા મળી સ્ટાયરીન કેમીકલ ચોરી ઝડપી ઓર્ગેનાઇઝડ ક્રાઈમનો પર્દાફાશ કરી વાહનો સહીત રૂ. ૧,૦૮,૬૯,૮૧૬નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ભરૂચ જિલ્લામાંથી પસાર થતા હાઇવે ઉપર પેટ્રોલિંગ રાખી કેમિકલ,ઇંધણ તસ્કરીના ઓર્ગેનાઇઝડ ક્રાઈમ શોધી કાઢવા આપેલ સુચનાને આધારે ભરૂચ એલસીબીના પી.આઈ.વી.પી.મલ્હોત્રા સહિત સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન દિલ્હી મુંબઇ એક્સપ્રેસ-વે ઉપર દહેગામ નજીક સુરતથી દહેજ તરફ ઉતરતા એક્ઝીટ રોડ ઉપર બે ટેન્કરોમાંથી ગેરકાયદેસર રીતે કેટલાક માણસો કેરબામાં કંઇક પ્રવાહી કાઢી કારબાઓ પીકઅપ ડાલામાં મુકી રહેલ છે જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
પોલીસે સ્થળ પરથી સ્ટાઇરીન કેમીકલ ચોરીના ૧૮ નંગ કેરબામાં રહેલ ૬૩૦ લીટર કેમિકલ અને બે ટેન્કર અને એક પીકઅપ તેમજ ચોરી કરવાના સાધનો સાથે બે ઈસમોને ઝડપી પાડેલ અને પકડાયેલ બંને આરોપીઓની પુછપરછ કરતા બંને ટ્રાન્સપોર્ટના ટેન્કર ડ્રાઇવર હોય સુરતના હજીરાથી સ્ટાઇરીન કેમીકલ ભરી દહેજ BASF ઇન્ડિયા લીમીટેડ કંપનીમાં ખાલી કરવા નીકળેલ હતા તે દરમિયાન ડ્રાઇવર સરતાજે ચોરી કરેલ કેમીકલ લેનાર પાલેજના સમીર ઉર્ફે સત્તારનો સંપર્ક કરાવી આપેલ અને આ સત્તારે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે ઉપર દહેજ તરફના એક્ઝિટ રોડ ઉપર ટોલ પસાર કરી ઉભા રહેવા જણાવેલ જેથી તેના કહ્યા મુજબ ઉભા રહેલ અને ત્રણ માણસો પીકઅપ લઇ આવેલ બધા ભેગા મળી બંને ટેન્કરમાં વાલ્વના બોલ્ટ ઢીલા કરી કેમીકલ ચોરી કરતા હતા અને પકડાઈ હોવાની કબૂલાત કરી હતી.
સોહીમ મુજ્જફ્ફર જાતે મોહંમદ રહે.ગામ મેટારીયા જનાપુર થાના મોહનગંજ તા.તિલોઈ જિ.અમેઠી ઉત્તરપ્રદેશ અને સમીર રીયાઝ અહેમદ આલમ રહે. ગામ સિંધપુર થાના મોહનગંજ તા.તિલોઇ જિ.અમેઠીને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય ત્રણ ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા અને 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
