ભરૂચના આમોદના સૂઠોદરા દાંડા ગામ નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં દિવેલાના પાકની સ્થિતિ જોવા ગયેલા ખેડૂતપુત્રની નજર નહેર પાસે પડેલા મૃતદેહ પર પડતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી.પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યો હતો. જોકે, મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી.આખરે મૃતક કોણ છે અને કયા સંજોગોમાં તેનું મોત થયું? તે સહિતના સવાલો વચ્ચે આમોદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.