ભરૂચના ઝઘડિયામાં યોજાયો કાર્યક્રમ

જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી

મંત્રી પ્રફુલ્લ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદન

પરેડ પણ રજૂ કરવામાં આવી

આગેવાનો અને નગરજનો રહ્યા ઉપસ્થિત

ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઝઘડિયા ખાતે ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું

ભરૂચ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી આ વર્ષે ઝઘડિયા ખાતે ભવ્ય રીતે કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજવંદન બાદ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ખુલ્લી જીપમાં સવાર થઈ ઉપસ્થિત જનમેદનીનું અભિવાદન ઝીલ્યું હતું. ત્યારબાદ તેમણે પરેડનું નિરીક્ષણ કર્યું હતું.

પોલીસ અને અન્ય ટુકડીઓ દ્વારા શિસ્તબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી.સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી અને સિદ્ધિ મેળવનાર વ્યક્તિ વિશેષનું પણ સન્માન કરી તેમનું ગૌરવ વધારવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંબોધન કરતા આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, “આપણે પારિવારિક ભાવના રાખીશું તો દેશ આગળ વધશે.” તેમણે દેશની પ્રગતિ અને ટેક્નોલોજીના ક્ષેત્રે થઈ રહેલી સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે ભારત આજે ડિજિટલ ક્ષેત્રે તેમજ સેમિકન્ડક્ટર ચિપના ઉત્પાદન ક્ષેત્રે પણ દુનિયામાં આગળ વધી રહ્યું છે.

ઝઘડિયા ખાતે યોજાયેલા આ જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વના પ્રસંગે કલેકટર ડોક્ટર નવનાથ ગવાણી જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા ધારાસભ્યો જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી મહામંત્રી પરેશ પટેલ જીગ્નેશ મિસ્ત્રી સહિત સરકારી અધિકારીઓ કર્મચારીઓ તેમજ નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.