ભરૂચ આપનો વિરોધ

ધાર્મિક સ્થળો નજીક ગંદકીનો વિરોધ

પગપાળા યાત્રા કાઢવામાં આવી

કલેકટરને આવેદનપત્ર પાઠવાયું

એક મહિનાનું અલટીમેટમ

ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા દર્શક વિસ્તારમાં આવેલા રોકડિયા હનુમાન મંદિરથી કલેકટર કચેરી સુધી પગપાળા યાત્રા કરી ધાર્મિક સ્થળો નજીકની ગંદકી દૂર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યુ હતું

ભરૂચ આમ આદમી પાર્ટીના વિધાનસભા પ્રભારી પીયુષ પટેલે કશક સ્થિત રોકડિયા હનુમાન મંદિરથી કલેક્ટર કચેરી સુધી પગપાળા યાત્રા કરી મંદિર નજીક ગટરના ગંદા પાણીથી ફેલાતી ગંદકી અને પ્રદૂષણ દૂર કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

મંદિર જેવા પવિત્ર ધાર્મિક સ્થળની આસપાસ ગંદા પાણીનું તળાવ સર્જાતા ભક્તોની આસ્થા અને જનઆરોગ્ય સામે જોખમ ઊભું થઈ રહ્યું હોવાનો મુદ્દો ઉઠાવી તંત્રને એક મહિનાનું અલ્ટીમેટમ આપ્યું હતું.પીયુષ પટેલે માંગ કરી હતી કે બંબાખાના નજીક સુવેજ પ્લાન્ટની જેમ કશક વિસ્તારમાં પણ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવામાં આવે, જેથી દૂષિત પાણી નર્મદા નદીમાં જતું અટકાવી શકાય અને મંદિર પાસે ભરાયેલા ગંદા પાણીનો કાયમી નિકાલ થાય.તેમણે ચીમકી આપી હતી કે જો એક મહિનામાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શ્રી રોકડિયા હનુમાન મંદિરના પટાંગણમાં જ ધરણા પર બેસવાની ફરજ પડશે.