ભરૂચના જે.બી.મોદી પાર્ક નજીક આવેલ પાંજરાપોળના સંચાલકો દ્વારા લોકોને ગૌ સેવા તરફ પ્રેરિત કરવા અનોખો અભિગમ હાથ ધરાયો છે.
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભરૂચના જે.બી. મોદી પાર્ક નજીક આવેલી પાંજરાપોળના સંચાલકો દ્વારા ગૌસેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવાનો અનોખો અને નવતર અભિગમ હાથ ધરવામાં આવ્યો છે.પાંજરાપોળ ખાતે ગાય માતાને લીલું ઘાસ ખવડાવી ગૌસેવા કરનાર ગૌપ્રેમીઓને કૂપન આપવામાં આવે છે. આ કૂપનનો બીજા દિવસે ડ્રો કરવામાં આવે છે. ડ્રોમાં વિજેતા બનનાર ગૌપ્રેમીને પાંજરાપોળના સંચાલકો દ્વારા દિવાલ ઘડિયાળ ભેટ આપવામાં આવે છે.ગૌસેવા કરનાર વ્યક્તિને પ્રોત્સાહન મળે અને અન્ય લોકો પણ ગાય માતાની સેવા માટે પ્રેરિત થાય તેવા હેતુથી આ અભિગમ શરૂ કરવામાં આવ્યો છે. શ્રાવણ માસ જેવા પવિત્ર સમયમાં ગૌસેવા સાથે સેવાભાવ અને સમાજમાં ગૌપ્રેમની ભાવના વધુ મજબૂત બને તે માટે પાંજરાપોળ સંચાલકોની આ પહેલને અનોખી ગણવામાં આવી રહી છે.
