ભરૂચના વાગરા નજીકનો બનાવ

વરસાદી કાંસમાં માછલીઓના મોત

સ્થાનિકોમાં રોષ

મામલતદાર સહિતના અધિકારીઓ દોડી આવ્યા

જીપીસીબીએ પાણીના સેમ્પલ લીધા

ભરૂચના વાગરાના પાદરિયા-કડોદરા માર્ગ નજીક સરકારી કાસમાં મોટી સંખ્યામાં માછલીઓના મોતથી ખળભળાટ મચી જવા પામ્યો છે

ભરૂચના વાગરા તાલુકાના પાદરિયા અને કડોદરા ગામ નજીક આવેલા સરકારી કાસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં વાગરા મામલતદાર તથા કડોદરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી સ્થળ પર પહોંચીને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB)ના અધિકારીઓએ પણ સ્થળની મુલાકાત લઈ પાણીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરી હતી. સ્થાનિકોને શંકા છે કે કંપનીમાંથી છોડવામાં આવતા સંભવિત કેમિકલયુક્ત પાણીના કારણે માછલીઓના મોત થયા હોઈ શકે છે.સંબંધિત કંપની અને જવાબદાર અધિકારીઓ સામે લાગુ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવાની માંગ પણ સ્થાનિકોએ ઉઠાવી છે.

બાઈટ