• સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ

  • ટ્રસ્ટ દ્વારા શક્તિનાથ વિસ્તારમાં વિશેષ કાર્યક્રમ યોજાયો

  • રાહદરીઓ-વાહન ચાલકોને વિનામૂલ્યે છાશનું વિતરણ

  • છાશનું સેવન કરવાથી અસહ્ય ગરમીમાંથી મળતી રાહત

  • લોકોએ સેવાનો લાભ લઈ આનંદની લાગણી અનુભવી

ભરૂચમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ દ્વારા શક્તિનાથ વિસ્તારમાં રાહદરીઓ અને વાહન ચાલકોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું.

હાલ ઉનાળાના દિવસો દરમિયાન 45 ડિગ્રી જેટલી અસહ્ય ગરમીમાં છાશનું સેવન કરવાથી ગરમીથી રાહત મળે છે. છાશ ગરમીના મારણની સાથે શરીરને ઠંડક આપે છેસાથે સાથે ઉનાળા દરમિયાન ડીહાઇડ્રેશનની સ્થિતિમાં પણ છાશ રક્ષણ પૂરું પાડે છેત્યારે ભરૂચમાં સામાજિક સેવા ક્ષેત્રે કાર્યરત સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટના સભ્યો દ્વારા શક્તિનાથ વિસ્તારમાં લોકોને વિનામૂલ્યે છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાહદારીઓશ્રમિકોવાહનચાલકોહોમગાર્ડઝ જવાનોપોલીસકર્મીઓશાકભાજી અને ફ્રૂટની લારીવાળાઓ તથા આવતા જતાં તમામ લોકોએ આ સેવાનો લાભ લઈ આનંદની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સંસ્થાન ટ્રસ્ટ-ભરૂચના પ્રોજેક્ટ ચેરમેન પ્રતીક્ષા કંસારાટ્રસ્ટના સ્થાપક હેમા પટેલસેક્રેટરી સીમા ચુડાસમાસોશિયલ મીડિયા કન્વીનર વિદ્યા ચૌધરી સહિતના સભ્ય બહેનો ઉપસ્થિત રહ્યા હતા.