ભરૂચના કોવીડ સ્મશાન ખાતે સોમવારના રોજ સાંજે ચાર વાગ્યા સુધીમાં 22 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં જયારે ચાર મૃતદેહ વેઇટીંગમાં હોવાથી તેમને એમ્બયુલન્સમાં જ રાખવામાં આવ્યાં હતાં.
કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ પામતા લોકોની વધી રહેલી સંખ્યાની સામે હવે કોવીડ સ્મશાન પણ નાનુ પડી રહયું છે. જેના કારણે કોવિડ સ્મશાન નજીક ખુલ્લી જગ્યામાં લાકડા ગોઠવી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહયાં છે. એમ્બયુલન્સ અને શબવાહિનીઓમાં થ્રી લેયર બેગમાં પેક થઇને આવતાં મૃતદેહો સૌ કોઇને રડાવી રહયાં છે. સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં થી કોરોનાની સારવાર દરમિયાન દમ તોડી રહેલા દર્દીઓને અંતિમ સંસ્કાર માટે કોવીડ સ્મશાન ખાતે લાવવામાં આવી રહયાં છે. ભરૂચમાં સોમવારે બપોરે ૪ વાગ્યા સુધીમાં ૨૨ મૃતદેહના અંતિમ સંસ્કાર કરાયા હતા જ્યારે અન્ય હોસ્પિટલોમાંથી આવેલા ૪ મૃતદેહોને એમ્બ્યુલન્સમાં વેઇટિંગ કરવાની ફરજ પડી હતી. ભરૂચમાં કોરોનાના કારણે થતાં મૃત્યુનો આંક વધી રહયો છે ત્યારે જીવીત લોકો માટે સાવચેતી એ જ સલામતી બની ચુકી છે. કોરોનાથી સંક્રમિત થતા બચવા માટે હવે લોકોએ પોતાના ઘરોમાં જ રહેવાની આદત પાડવી પડશે. ભરૂચના કોવીડ સ્મશાન ખાતે પહેલાં જયાં એક કે બે મૃતદેહ અંતિમ સંસ્કાર માટે આવતાં હતાં ત્યાં હવે રોજના સરેરાશ 20 મૃતદેહો આવી રહયાં છે.
ભરૂચ : કોવીડ સ્મશાનમાં 22 મૃતદેહના અંતિમ સંસ્કાર, ચાર મૃતદેહ હજી કતારમાં...
New Update