ભરૂચના હાંસોટ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર  એમ.કે.પિયેજાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ હાંસોટ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીદારથી બાતમી મળેલ કે હાંસોટ ટાઉન વિસ્તારમાં કેટલાક ઇસમો પત્તા-પાનાનો હાર જીતનો જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા 5 જુગારીઓ જુગાર રમતા રંગેહાથ ઝડપાય ગયા હતા.પોલીસે તેઓ પાસેથી કુલ રૂ.35 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓ:-
રવિકુમાર દિપકભાઇ કાયસ્થ
રમણભાઇ ભાણાભાઇ ખારવા 
મનોજકુમાર ચીમનભાઇ પટેલ
જયેન્દ્રભાઇ ઉર્ફે લાલો જયંતીભાઇ કાયસ્થ
દિક્ષીતભાઈ ધર્મેન્દ્રભાઇ સોની