ભરૂચ જિલ્લાના દહેજ નજીક જોલવા ગામમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) કંપની દ્વારા CSR હેઠળ લાભાર્થીઓને BPL આવાસ યોજના અંતર્ગત આવાસો અર્પણ કરવામાં આવ્યા હતા.
દહેજની જોલવા ગામમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ (GFL) કંપની દ્વારા CSR અંતર્ગત જોલવા ગામમાં BPL આવાસ યોજના અનુસંધાને 3 આવાસ બનાવી લાભાર્થીઓને અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે GFLના યુનિટ હેડ નીરજ અગ્નિહોત્રી તથા એચ.આર. એડમીન હેડ ડો. સુનિલ ભટ્ટ તથા ધવલસિંહ સોલંકી, ગામના આગેવાન સુલેમાન પટેલ, ગામ સરપંચ તથા તલાટી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે 3 ત્રણેવ લાભાર્થીઓને આવાસ અર્પણ કરવામાં આવ્યા હતા.
