-
ભરૂચ નગર સેવા સદનની ચૂંટણી
-
ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો
-
કોંગ્રેસની પ્રચાર સભા યોજાઈ
-
વોર્ડ નંબર 8માં સભાનું આયોજન
-
ભાજપ પર કરાયા પ્રહાર
ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા વોર્ડ નંબર 8માં પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો દ્વારા પ્રચાર સભા સંબોધવામાં આવી હતી
ભરૂચ શહેરમાં નગર સેવા સદનની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે. શહેરના વોર્ડ નંબર 8 ખાતે ડભોઈયા વાડ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા પ્રચાર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ હાજરી આપી હતી.આ પ્રચારસભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, વોર્ડના ઉમેદવાર જીગ્નેશ બ્રહ્મભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પાર્ટીના કાર્યકરો અને સમર્થકોમાં ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો.સભાને સંબોધતા કોંગ્રેસના આગેવાન ઇશાક શેખે પોતાના ભાષણમાં મતદારોને કોંગ્રેસને સમર્થન આપવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે જો ગુજરાતના 80 લાખ મુસ્લિમ મતદારો એકજૂટ થઈ મતદાન કરશે તો તો તમારા ઘરે બુલડોઝર નહીં ચાલશે.
