• ભરૂચમાં આવેલી છે નારાયણ હોસ્પિટલ

  • હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ

  • ઇસ્જેક ગુપ્રની કંપની દ્વારા ભેટ અપાય

  • ધારાસભ્યો રમેશ મિસ્ત્રી-અરુણસિંહ રણા રહ્યા ઉપસ્થિત

  • કંપનીના સત્તાધીશોએ પણ આપી હાજરી

ભરૂચની નારાયણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.ઇસ્જેક ગુપ્રની કંપની દ્વારા આ ભેટ આપવામાં આવી છે.
ભરૂચના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલી ઇસ્જેક ગુપ્રની કંપની દ્વારા કોર્પોરેટ સોશિયલ રેસ્પોન્સિબિલિટી CSR હેઠળ નારાયણ હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ ફાળવવામાં આવ્યો છે. કંપની દ્વારા  પ્લાન્ટનું ઇરેક્શન અને કમિશનિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે.આજરોજ આ ઓક્સિજન પ્લાન્ટનું વિધિવત લોકાર્પણ ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી તથા વાગરા વિધાનસભાના ધારાસભ્ય અરૂણસિંહ રણાના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ઇસ્જેક હીટાચી કંપનીના યુનિટ હેડ  બ્રિજેશ રાય, મોહિત રાજ, નારાયણ હોસ્પિટલના ટ્રસ્ટી હેમંત પ્રજાપતિ તથા  પાર્થ પ્રજાપતિ સહિત હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.આ પ્લાન્ટના લોકાર્પણથી હોસ્પિટલમાં દર્દીઓને વધુ સારી ઓક્સિજન સુવિધાઓ ઉપલબ્ધ થશે અને આરોગ્ય સેવા વધુ મજબૂત બનશે.