હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદ પડવાનું યથાવત છે. ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી ગામમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.
કમોસમી વરસાદના કારણે ગામમાં વરસાદના પાણી ફરી વળ્યા હતા. બીજી તરફ અચાનક કમોસમી વરસાદ વરસતા લગ્ન પ્રસંગોમાં મુશ્કેલી થઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક જગ્યાએ વાદળછાયુ વાતાવરણ છે. આગામી ત્રણ કલાક સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
