/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/01174625/maxresdefault-11.jpg)
ભરૂચની જે.પી. કોલેજ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરોએ દેખાવો યોજી કોલેજ દ્વારા માત્ર ટયુશન ફી લેવામાં આવે અને અન્ય ફી માફ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
ભરૂચની જે.પી.કોલેજની બહાર સુત્રોચ્ચાર કરી રહેલાં આ વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો છે. તેઓ ફીના મુદ્દે દેખાવો કરી રહયાં છે. તેમની માંગણી છે કે, કોલેજ દ્વારા માત્ર ટયુશન ફી લેવામાં આવે તેમજ કેમ્પસ સહિત અન્ય ફી માફ કરવામાં આવે..
માર્ચ મહિનાથી લોકડાઉન બાદ વેપાર -ધંધા પડી ભાંગ્યા છે ત્યારે વાલીઓ ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી તેવી તેમની રજુઆત છે. આ ઉપરાંત જે વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે તેમને ટયુશન સિવાયની ફી પરત કરવામાં આવે તેવી પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરીષદે માંગ કરી છે. કોલેજ સત્તાધીશોએ માંગ પર વિચારણા કરવાની ખાતરી આપી છે.