New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/07/15181038/maxresdefault-194.jpg)
સીબીએસઇ દ્વારા લેવામાં આવેલી બોર્ડ એકઝામ ગ્રેડ 10નું પરીણામ જાહેર કરવામાં આવ્યું છે. ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ શાળાનું 100 ટકા પરિણામ આવ્યું છે.
ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના 21 વિદ્યાર્થીઓ સીબીએસઇ દ્વારા લેવામાં આવેલી ધોરણ- 10ની પરીક્ષામાં ઉપસ્થિત થયાં હતાં. બુધવારના રોજ જાહેર થયેલાં પરિણામમાં જય અંબે ઇન્ટરનેશનલ શાળાએ જવલંત સિધ્ધિ મેળવી છે. શાળાના તમામ 21 વિદ્યાર્થીઓ ઉર્તિણ થતાં શાળાનું 100 ટકા પરીણામ આવ્યું છે.
જેમાં એ ગ્રેડમાં 06, બી ગ્રેડમાં 10 અને સી ગ્રેડમાં 05 વિદ્યાર્થીઓ આવ્યાં છે. જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના મેનેજીંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, આચાર્ય રેખા સેલ્કે તથા અન્ય સ્ટાફે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં છે.
Latest Stories