ભરૂચમાં લોકસભાની ચૂંટણીમાં મતદારો ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે ત્યારે કીન્નર સમાજ દ્વારા પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ભરૂચમાં લોકસભાની ચૂંટણીના રંગ જોવા મળી રહ્યા છે ત્યારે આ મહાઉત્સવમાં કિન્નર સમાજ પણ સહભાગી બન્યુ હતું. કિન્નર સમાજ વધુમાં વધુ મતદાન કરે અને અન્ય લોકો પણ મતદાનમાં જોડાય એ માટે ભરુચ કલેક્ટર તુષાર સુમેરા દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવ્યા હતા ત્યારે આજરોજ મોટી સંખ્યામાં કિન્નર સમાજના સભ્યોએ મતદાન કર્યું હતું અને અન્ય લોકોને પણ મતદાન કરવાની પ્રેરણા આપી હતી.