ભરૂચ-જંબુસર રોડ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પેટ્રોલિંગમાં હતી, દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, દેરોલ ગામથી વાગરા તરફ એક સિલ્વર કલરની ઇનોવા કારમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. પોલીસે ગંધાર રોડ પર જીયો પેટ્રોલ પંપ સામે વોચ ગોઠવીને શંકાસ્પદ ઇનોવા કારને કોર્ડન કરી લીધી હતી.

કારની પાછળની સીટમાં તપાસ કરતા વિદેશી દારૂ તેમજ બિયરના અલગ-અલગ બ્રાન્ડના બોક્સ મળી આવ્યા હતા. પોલીસે દારૂની 1164 બોટલો કિંમત ₹2.70 લાખ, કાર, મોબાઈલ મળી ₹7.80 લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. સાથે જ રહાડના ઇમરાન મહમદ પટેલની ધરપકડ કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર અને મોકલનાર અંકલેશ્વરના મુકેશ મારવાડી અને અનોરના મહેન્દ્ર ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા હતા.