ભરૂચના કસક વિસ્તારમાં આવેલાં ઘરડાઘર ખાતે વૃધ્ધાશ્રમ દિવસની ઉજવણીના ભાગરૂપે કાનુની જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી.

ભરૂચ જિલ્લા કાનુની સેવા સત્તામંડળ અને ભરૂચ તાલુકા કાનુની સેવા સત્તા મંડળના સંયુકત ઉપક્રમે કાનુની જાગૃતિ શિબિર યોજવામાં આવી હતી. સમાજ કલ્યાણ અધિકારી સહિતના મહેમાનોની હાજરીમાં શિબિરને ખુલ્લી મુકવામાં આવી હતી. પ્રખર ધારાશાસ્ત્રી રમેશભાઇ મહેતાએ વૃધ્ધાશ્રમની કામગીરી, ભરણપોષણ તથા મિલકત સંબંધી કેસોમાં કાયદાકીય કાર્યવાહી કેવી રીતે કરવી તેની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે વયસ્કોને મળવાપાત્ર કાનુની હકકો અંગે પણ જાણકારી પુરી પાડી હતી. ભરૂચના સમાજ કલ્યાણ અધિકારીએ નશામુકત જીવનશૈલી વિષય ઉપર પોતાના વિચારો રજુ કર્યા હતાં. શિબિરમાં હાજર રહેલાં અન્ય ધારાશાસ્ત્રીઓએ વડીલોના કાયદાકીય પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા કરી આગળ શું કાર્યવાહી કરવી અને કરી શકાય તેના વિશે માહિતી પુરી પાડી હતી.