ભરૂચના ઝઘડિયા તાલુકાના સંજાલી ગામે 12 વર્ષીય બાળકી પર હુમલો કરનાર દીપડો આખરે પાંજરે પુરાયો છે. જંગલ ખાતા દ્વારા દીપડાને પકડવા માટે ગામમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આજે વહેલી સવારે દીપડો કેદ થયો હતો.બાળકી પર હુમલાની ઘટનાને પગલે સંજાલી ગામ સહિત આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

https://youtube.com/shorts/-lYeWmTHd7w?feature=share

જંગલ ખાતાની ટીમ દ્વારા દીપડાની સતત હિલચાલ પર નજર રાખવામાં આવી રહી હતી. દરમિયાન આજે સવારે દીપડો પાંજરામાં કેદ થતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.જંગલ ખાતાની ગણતરી મુજબ ઝઘડિયા તાલુકામાં 20થી વધુ દીપડાઓ પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં દીપડાની અવરજવર વધી છે.ઉલ્લેખનીય છે કે, ગતરોજ ભરૂચના આંબા ગામેથી પણ એક દીપડો પાંજરે પુરાયો હતો.