ભરૂચના દહેજમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે. દહેજ સ્થિત ફીલાટેકસ કંપનીના વેરહાઉસમાં અચાનક આગ ફાટી નીકળતા કંપની પરિસરમાં દોડધામ મચી ગઈ હતી.પ્રાથમિક માહિતી મુજબ, કંપનીના વેરહાઉસમાં રાખવામાં આવેલા ટેક્સટાઇલ યાર્નના જથ્થામાં આગ લાગી હોવાનું અનુમાન છે.

આગની જાણ થતાં ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સદનસીબે, આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી.ઘટનાની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગે પણ તપાસ શરૂ કરી છે. આગના કારણો અને નુકસાન અંગે તપાસ બાદ વધુ વિગતો સામે આવે તેવી શક્યતા છે.