ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી નવ મોબાઈલ ફોનની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે

ભરૂચ શહેરના દાંડિયાબજાર રાવળ ફળિયામાં રહેતા કૃણાલ હરેશ રાણા દાંડિયાબજાર શાકમાર્કેટમાં ગયા હતા તે દરમિયાન અજાણ્યા ઈસમોએ તેઓના પાકીટમાં રહેલ ૧૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

જયારે આવી જ રીતે ગત તારીખ-૨-૯-૨૨ના રોજ રુદ્રાક્ષ એવન્યુ ખાતે રહેતા નેહાસિંગ નીતેશસિંગ રાજગીર હોસ્ટેલ ગ્રાઉન્ડથી શક્તિનાથ ખાતે ભરકાદેવી આઈસ્ક્રીમની દુકાન પાસેથી પસાર થતા હતા તેઓના ખિસ્સામાં રહેલ ૧૫ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી અજાણ્યો ઇસમ ફરાર થઇ ગયો હતો

તો આવી જ રીતે અન્ય સાત જગ્યા ઉપરથી અજાણ્યા ઈસમોએ સાત લોકો પાસે રહેલ મોબાઈલ ફોન તફડાવી ફરાર થઇ ગયા હતા તમામ મોબાઈલ ફોનની ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.