ભરૂચ: નેત્રંગ પોલીસે કાંટીપાડા ગામેથી રૂ.2.60 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી ધરપકડ
પોલીસે દરોડા પાડી ઘાસચારા નીચે સંતાડેલ રૂ.2.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી બુટલેગરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ | ગુજરાત | સમાચાર |
ભરૂચની નેત્રંગ પોલીસના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન બાતમી મળી હતી કે ઝરણા ફોરેસ્ટ કંપની કાંટીપાડા ગામમાં રહેતા હરેશ વસાવાએ ઘરમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લાવી ઘરના આગળના ભાગે આવેલ ઓરડીમાં સંતાડયો છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ઘાસચારા નીચે સંતાડેલ રૂ.2.60 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો.પોલીસે બુટલેગર હરેશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
