-
શાંતિ સમિતિની બેઠક યોજાઈ
-
એ ડિવિઝન પોલીસ મથક ખાતે યોજાઈ બેઠક
-
તહેવારને ધ્યાને રાખી બેઠકનું આયોજન
-
હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા
-
વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી
બકરી ઇદનું પર્વ શાંતિ ભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે નાયબ પોલીસ અધિક્ષક સી કે પટેલની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી.જેમાં વિવિધ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.આ બેઠકમાં કોઈ પણ અનિચ્છનીય ઘટના કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાયરલ કરતા પહેલા તેની ખરાઈ કરવા સાથે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવામાં આવે તેવી અપીલ પોલીસ દ્વારા કરવામાં આવી છે.આ બેઠકમાં હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
