સ્ત્રી નિકેતન સંસ્થા ભરુચ દ્વારા કલરવ સ્કૂલનાં બાળકો સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી.ભાઈ બહેનના પાવન પ્રેમના પર્વ રક્ષાબંધનની ઉજવણી ભરુચ સ્ત્રી નિકેતન સંસ્થાની બહેનોએ કલરવ સ્કૂલ ખાતે કરી હતી.જેમાં પ્રમુખ સ્મિતાબેન શાહે સ્વાગત પ્રવચન સાથે તમામને આવકાર્યા હતા.બાળકોને સંસ્થાની બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધનના પર્વની ઉજવણી કરી બાળકોને ચોકલેટ,વેફર, સ્કેચપેન સેટ તથા અન્ય વસ્તુઓની ભેટ આપી હતી.આ પ્રસંગે કલરવ સ્કૂલના ટ્રસ્ટી નીલાબેન મોદી અન્ય સ્ટાફ મિત્રો તેમજ સ્ત્રી નિકેતનની બહેનો ઉપસ્થિત રહી હતી.