ભરૂચ કલેકટરને કરાય રજુઆત
કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
રીક્ષા એસો.દ્વારા આવેદનપત્ર પાઠવાયું
નવી ઓટોરીક્ષા પરમીટ બંધ કરવાની માંગ
મોટી સંખ્યામાં રીક્ષા ચાલકો જોડાયા
ભરૂચમાં નવા ઓટો રિક્ષા પરમીટ બંધ કરવાની માંગ સાથે રીક્ષા એસોસિયેશન દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લામાં નવા ઓટો રિક્ષા પરમીટ થોડા સમય માટે બંધ કરવાની માંગ ઉઠી છે. આ મુદ્દે રિક્ષા એસોસિએશન દ્વારા ફરી એકવાર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ, ભરૂચ શહેર તેમજ સમગ્ર જિલ્લામાં ઓટો રિક્ષાની સંખ્યા સતત વધી રહી છે. રિક્ષાઓની વધતી સંખ્યાના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી હોવાનું એસોસિએશનનું કહેવું છે. જેને પગલે ટ્રાફિકની સ્થિતિને ધ્યાનમાં રાખીને નવા ઓટો રિક્ષા પરમીટ તાત્કાલિક ધોરણે રોકવાની માંગ કરવામાં આવી છે.
બીજી તરફ, રેપિડો અને ઓલા જેવી પ્રાઇવેટ કંપનીઓની સેવાઓને લઈને પણ રિક્ષા ચાલકોએ વિરોધ વ્યક્ત કર્યો છે. આવી સેવાઓના કારણે પરંપરાગત ઓટો રિક્ષા ચાલકોને આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.રિક્ષા ચાલકોના હિતમાં પ્રાઇવેટ કંપનીઓની સેવાઓ પર નિયંત્રણ લાવવા તેમજ નવા ઓટો રિક્ષા પરમીટ પર ટૂંકા સમય માટે રોક લગાવવા રિક્ષા એસોસિએશને જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરી છે.
