રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા આયોજન કરાયું
સેવા અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
મોટી સંખ્યામાં રોટેરિયન સભ્યો દ્વારા રક્તદાન કરાયું
સેવા તેમજ સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ અપાયો
ભરૂચ શહેરના સેવાશ્રમ હોસ્પિટલ પરિસર સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
રક્તદાન એ જીવનદાન છે. એક સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરાયેલું રક્તદાન અકસ્માત, ગંભીર બીમારી કે, સર્જરીમાં કોઈ દર્દીનું જીવન બચાવી શકે છે. જોકે, શિબિરના માધ્યમથી સુરક્ષિત રીતે રક્ત એકત્રિત કરવામાં આવે છે, ત્યારે રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિના દ્વારા શહેરના સેવાશ્રમ હોસ્પિટલ પરિસર સ્થિત રેડ ક્રોસ બ્લડ બેન્ક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
સેવા અભિયાન અંતર્ગત આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિનાના સભ્ય બહેનોએ ઉસ્તાહભેર રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ભરૂચ-ફેમિનાના પ્રમુખ ડો. વંદના શેઠી, પ્રોજેક્ટ ચેર પર્સન શેહનાઝ ખંભાતી સહિતના રોટેરિયન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સેવા, સંવેદના અને સમાજ પ્રત્યેની જવાબદારીનો સંદેશ આપી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
