ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ બાવાગોર દરગાહના સંદલ શરીફ તેમજ ઉર્ષની શાદગીપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી.
ઝઘડીયા તાલુકાના રતનપોર ગામ નજીક આવેલ બાવા ગોરીસા સુલતાન દરગાહ આવેલી છે. આ દરગાહ પર દર વર્ષે સંદલ શરીફ તેમજ ઉર્ષની ઉજવણી કરવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં દૂર દૂરથી અનુયાયીઓ ભેગા થઈ ઉજવણીમાં સામેલ થાય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના કારણે બાવાગોર સુલતાનના ઉર્ષને મોકુફ રાખવામાં આવે છે. બાવાગોર દરગાહ ટ્રસ્ટ દ્વારા આ વર્ષે પણ કોરોના મહામારીના કારણે વધુ ભીડ એકઠી ન થાય તે માટે ઉર્ષની ઉજવણી મોકુફ રાખવામાં આવી હતી. બાવાગોરીસા સુલતાનના ઉર્ષની ઉજવણી સાદગીપૂર્વક કરવામાં આવી હતી. ઝઘડિયાના રતનપોર બાવા ગોરરીસા સુલતાનના મજાર સુધી સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું. સંદલ શરીફ તેમજ ઉર્ષની શાદગીપૂર્વક માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. આ દરમ્યાન દરગાહ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત નિમિત સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઉપસ્થિત રહી ધાર્મિક પરંપરાગત રીતે ઉર્ષની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી.
