ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાક દરમિયાન છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. જિલ્લાના 9 પૈકી 7 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.વરસાદના આંકડા મુજબ વાલિયા તાલુકામાં સૌથી વધુ 30 મી.મી. વરસાદ નોંધાયો છે.
જ્યારે નેત્રંગમાં 19 મી.મી., ભરૂચમાં 11 મી.મી., અંકલેશ્વરમાં 7 મી.મી., આમોદમાં 6 મી.મી., ઝઘડિયામાં 3 મી.મી. અને વાગરામાં 2 મી.મી. વરસાદ નોંધાયો છે. જંબુસર અને હાંસોટ તાલુકામાં વરસાદ નોંધાયો નથી.જિલ્લામાં છૂટોછવાયો વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.
ભરૂચ: છેલ્લા 24 કલાકમાં છૂટોછવાયો વરસાદ, વાલિયામાં સૌથી વધુ 1 ઇંચ વરસાદ
