ભરૂચના સ્ટેશન રોડ સ્થિત રોટરી ક્લબ ઓફ ભરૂચના પી.ડી. શ્રોફ હોલ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં વિવિધ પ્રકારના ગીતોની રજૂઆત કરી સ્પર્ધકોએ પોતાની ગાયકીની પ્રતિભા દર્શાવી હતી.આ કાર્યક્રમનું સંચાલન કવયિત્રી દર્શના વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સંગીતપ્રેમીઓએ ગાયકોની સુંદર રજૂઆતોને માણી હતી અને કલાકારોને પ્રોત્સાહન આપ્યું હતું. સ્વાતંત્ર પર્વ નિમિતે સંગીત અને કળાના ક્ષેત્રે પ્રતિભાશાળી કલાકારોને મંચ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલી આ ગાયન સ્પર્ધા સફળતાપૂર્વક સંપન્ન થઈ હતી.