શ્રી હરિકૃષ્ણ મહારાજ દશાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય ગુરુ સ્વામીની 10મી પુણ્ય સ્મૃતિમાં મગણાદ વડતાલ તાબા મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી ઉપસ્થિત રહ્યા હતા.ભરૂચના જંબુસર તાલુકાના મગણાદ ગામે વડતાલ તાબા સ્વામિનારાયણ મંદિરના 10માં વાર્ષિક પાટોત્સવ તથા ભક્તિ કેશવદાસ સ્વામીની દસમી પુણ્યતિથિ નિમિત્તે મંદિરના પાટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણ પ્રારંભ આજરોજ જંબુસર મતવિસ્તારના ધારાસભ્ય ડી.કે.સ્વામી સહિત સંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં દિપ પ્રાગટ્ય થકી કરાયો હતો.વ્યાસપીઠ પરથી પૂજ્ય કેશવ પ્રિયદાસજી સંગીતમય શૈલીમાં કથાનું રસપાન કરાવશે.તારીખ 28 ડિસે.સુધી ચાલનાર કથાના શ્રવણનો લાભ લેવા આયોજકો દ્વારા ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવાયુ છે