ભરૂચ શહેરના શાલીમાર વિસ્તારમાં આવેલ સી.એમ. પાર્ટી પ્લોટના પરિસરમાં આવેલી રાજ ચાઈનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો સમગ્ર બનાવ હોટલમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે.તસ્કરો રાત્રિના સમયે હોટલમાં ઘુસ્યા હતા પણ કાઉન્ટર ખાલી હોય અને મૂલ્યવાન વસ્તુઓ ન મળતાં તેઓ ખાલીહાથે વિલા મોઢે પરત ફર્યા હતા.હાલ પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ કરી રહી છે.
ભરૂચ: CM પાર્ટી પ્લોટ નજીકની હોટલમાં તસ્કરોએ કર્યો ચોરીનો નિષ્ફળ પ્રયાસ, CCTV ફૂટેજ બહાર આવ્યા !
પાર્ટી પ્લોટના પરિસરમાં આવેલી રાજ ચાઈનીઝ હોટલમાં અજાણ્યા શખ્સોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો સમગ્ર બનાવ હોટલના સીસીટીવી કેમેરામાં કેદ થયો ભરૂચ | ગુજરાત | સમાચાર
