ભરૂચ તાલુકાના પરીએજ ગામે રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રીફલીંગ પર SOG ત્રાટકી હતી. વાળી સ્ટ્રીટમાં રહેતા સફવાન ઉસ્માન પટેલને ગેરકાયદે ગેસ રીફલિંગ કરતા ઝડપી લેવાયો હતો. તેના ઘરમાં ભારત ગેસ કંપનીના 19 કિલોના 14 બોટલ, 14 કિલોના 9 સિલિન્ડર તેમજ અલગ અલગ માર્કાવાળી પ્રાઈવેટ કંપનીની 5 કિલોની 20 બોટલ મળી આવતા કબ્જે કરાઈ હતી. સાથે જ ઈલેકટ્રીક મોટર પાઈપ, વજન કાંટો મળી કુલ 89 હજારનો મુદામાલ જપ્ત કરાયો હતો.