ભરૂચમાં જન્મ દિવસની અનોખી ઉજવણી
એસ.પી.અક્ષયરાજ મકવાણાના જન્મ દિવસની ઉજવણી
અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે કરાયુ આયોજન
મનોદિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરાય
વૃક્ષારોપાણ પણ કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રીના જન્મ દિવસની અસ્મિતા વિકાસ કેન્દ્રના મનો દિવ્યાંગ બાળકો સાથે ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માતૃશ્રી કમલારાજના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. એસપી અક્ષયરાજ મકવાણા તેમના માતૃશ્રી અને પરિવારજનો સાથે ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે આવેલ અસ્મિતા વિકાસ કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા હતા.આ દરમિયાન પરિવારજનોએ સંસ્થાની મુલાકાત લઈ અહીં અભ્યાસ અને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા માનસિક દિવ્યાંગ બાળકો સાથે સમય વિતાવ્યો હતો.માતૃશ્રી કમલારાજના જન્મદિવસ નિમિત્તે માનસિક દિવ્યાંગ બાળકોએ સુંદર ગીત રજૂ કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પ્રસંગે એસપી અક્ષયરાજ મકવાણા અને તેમના પરિવારજ નોએ અસ્મિતા વિકાસ કેન્દ્રની કામગીરીનું નિરીક્ષણ કરી સંસ્થા દ્વારા બાળકોના સર્વાંગી વિકાસ માટે કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ અંગે માહિતી મેળવી હતી. સાથે જ બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પરિવાર દ્વારા સંસ્થાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
