ભરૂચ દિવાળી ટાણે એસ.ટી. વિભાગે કર્યો મુસાફરોની સુવિધામાં વધારો, વિવિધ રૂટ ઉપર દોડાવશે 500 ટ્રીપ

New Update
ભરૂચ દિવાળી ટાણે એસ.ટી. વિભાગે કર્યો મુસાફરોની સુવિધામાં વધારો, વિવિધ રૂટ ઉપર દોડાવશે 500 ટ્રીપ

ભરૂચ જીલ્લામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરોની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લાના વિવિધ રૂટ ઉપર દોડતી બસની સંખ્યા વધારી મુસાફરોને વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવશે.

ગુજરાત રાજ્યમાં કોરોના બાદ દિવાળીના તહેવારોની શરૂઆત થઈ ગઈ છે, ત્યારે લોકોને આવનજાવન કરવામાં મુશ્કેલી ન પડે તેમજ લોકો પોતાના માદરે વતનમાં જઈ તહેવારની ઉજવણી કરી શકે તે હેતુથી ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વિવિધ રૂટ ઉપર એસ.ટી. બસની વધુ 500 ટ્રીપ દોડાવામાં આવશે. જેમાં કોરોનાની ગાઈડલાઇન મુજબ સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને બસની કેપેસિટીથી માત્ર 75 ટકા જ મુસાફરોને સ્ક્રિનિંગ સાથે જ બસમાં મુસાફરી કરવામાં આવશે.

કોરોના કાળમાં એક સ્થળે જવા માટે ટ્રેન અને બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી હતી. જેમાં લોકોને પોતાના માદરે વતન જવા માટે હાઇવે પર દોડતી ટ્રકોનો સહારો લેવો પડતો હતો, ત્યારે સરકાર દ્વારા સરકારી ટ્રાન્સપોર્ટ ટ્રેન અને બસને મુસાફરો માટે મહદઅંશે શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે હવે દિવાળીના સમયે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં એસ.ટી. બસની વધુ ટ્રીપ દોડાવી મુસાફરોને પોતાના વતન સુરક્ષિત પહોંચાડવા માટે ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વિશેષ સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે.

Latest Stories