વેકેશન દરમિયાન વિદ્યાર્થીઓ અભ્યાસેતર રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ દોરાય તે હેતુસર ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત અદાણી ફાઉન્ડેશન-દહેજ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. 15 દિવસીય સમર કેમ્પ દરમિયાન વાગરા તાલુકાની 14 શાળાઓના 1200થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
આ સમર કેમ્પ દરમ્યાન બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવી જિજ્ઞાસાવૃત્તિ વધારવા પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. સમર પ્રવૃત્તિઓનું પહેલું સત્ર શૈક્ષણિક અને સહ-શૈક્ષણિક (સહ-અભ્યાસક્રમ) ક્ષેત્રો પર કેન્દ્રિત રાખવામાં આવ્યુ હતું. જેમાં પ્રાથમિક શાળાના બાળકોને શીખવાની ક્ષમતા સુધારવા પ્રવૃત્તિઓ યોજવામાં આવી. આ રચનાત્મક પ્રવૃત્તિઓ થકી ધોરણ 1થી 8ના બાળકોએ વાંચન, અંકગણિત અને વિજ્ઞાન વિશે વધુ માહિતી પ્રાપ્ત કરી હતી. જેમાં સ્ટોરી કાર્ડ્સ અને પુસ્તકો વાંચવા, લીફ આર્ટ, ઓરિગામિ, કઠપૂતળી બનાવટ, રૂમાલ અથવા ટી-શર્ટ પેઇન્ટિંગ, ગ્રીટિંગ કાર્ડ્સ, ફ્લેમલેસ રસોઈ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. જોકે, વેકેશનમાં મોટાભાગની શાળાઓ બંધ રહેતી હોય છે, તેવામાં આ પ્રકારની સમર લેર્નિંગ પ્રવૃત્તિઓથી બાળકોમાં કૌશલ્ય વર્ધન થાય છે.
શહેરની સરખામણીએ ગામડાની શાળાઓમાં બાળકો અભ્યાસેતર પ્રવૃત્તિઓમાં પછાત રહી જતા હોય છે. સમર કેમ્પમાં થતી પ્રવૃત્તિઓ થકી બાળકો રમતા-રમતા જ્ઞાન અને વિજ્ઞાનની વાતો સમજી શકે છે. સ્પેલેથોનએ એક એવી પ્રવૃત્તિ છે, જે વિદ્યાર્થીઓને તેમના શબ્દ ભંડોળ વધારવા અને જોડણી કસોટીની તક પૂરી પાડે છે. ઉત્થાન સાહાયકોના સહકારથી આયોજિત આવા સમર લર્નિંગ કેમ્પસ બાળકોના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
આ સમરકે મ્પમાં વાગરા તાલુકાના ગામો જેવા કે, લખીગામ, લુવારા, જાગેશ્વર, દહેજ (કુમાર અને કન્યા) જોલવા, સુવા, રહિયાદ, કોલિયાદ, વેગણી, અને કલાદરા ગામના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. બાળકોમાં જ્ઞાનવર્ધન માટેના રસપ્રદ પ્રયોગને વધાવતા ગામના સરપંચ નગીનભાઇ સહિત મહાનુભાવોએ ઉત્થાન સહાયકોને અભિનંદન પાઠવ્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170