ભરૂચ પોલીસની સરાહનીય કામગીરી

10 વર્ષીય બાળક થયો હતો ગુમ

ગણતરીના સમયમાં પોલીસે શોધી કાઢ્યો

પરિવારજનો સાથે કરાવ્યું મિલન

સી ડિવિઝન પોલીસની કામગીરી

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાંથી ગુમ થયેલા 10 વર્ષના બાળકને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં શોધી કાઢી હેમખેમ તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. 

મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાના કોસેલાવ ગામના રહેવાસી અને હાલ ભરૂચના મકતમપુર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ કલારામ દેવાસીનો 10 વર્ષીય પુત્ર લક્ષ્મણ 21 ઓક્ટોબર, 2026ના રોજ સવારે આશરે 8થી 9:30 વાગ્યાની વચ્ચે ઘર બહારથી કોઈને જાણ કર્યા વિના જતો રહ્યો હતો. ત્યારબાદ બાળકનો પત્તો ન લાગતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. આ અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસ દ્વારા પરિવારજનોને સાથે રાખીને બનાવના સ્થળની આસપાસના વિસ્તારો, જાહેર સ્થળો અને અવાવરુ જગ્યાઓમાં તપાસ કરવામાં આવી હતી.

આ ઉપરાંત, આસપાસના સીસીટીવી કેમેરાનાં ફૂટેજ મેળવી ઝીણવટભરી તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.તપાસ દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે ગુમ થયેલો બાળક અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં સાઇકલ લઈને ફરતો જોવા મળ્યો હતો. આખરે બાળક અંકલેશ્વર જીઆઈડીસીના યોગી એસ્ટેટ રોડ પર ગણેશ પાર્ક સોસાયટીની બાજુમાંથી મળી આવ્યો હતો. પોલીસે બાળકને સુરક્ષિત રીતે શોધી કાઢી પરિવારજનોને સોંપ્યો હતો. ગણતરીના કલાકોમાં બાળક મળી આવતાં પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.બાળક સબંધીના ઘરે જવા પરિવારમાં કહ્યા વગર નીકળી ગયો હતો જો કે તે ભૂલો પડતા રાત બગીચાના બાકડા પર સુઈ વિતાવી હતી અને બાદમાં સાયકલ લઇ નિકળતા તે પોલીસને મળી આવ્યો હતો.