ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના સુલતાનપુરા ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ ધરાશાયી થતાં કચેરીને અન્ય સ્થળે સ્થળાંતરિત કરવાની ફરજ પડી હતી.

ભરૂચ જીલ્લા સહીત ઝઘડીયા તાલુકામાં 2 દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ભેજવાળું વાતાવરણ સર્જાતા વર્ષો જૂની ગ્રામ પંચાયત કચેરીનો સ્લેબ ધરાશાયી થયો હતો. રાત્રિના સમયે આ સ્લેબ ધરાશયી થવાની ઘટના બનતા મોટી જાનહાની ટળી હતી. જોકે, પંચાયતમાં કચેરીમાં કામ અર્થે આવતા અન્ય લોકોને કોઈ જાનહાની ન થાય તે માટે પંચાયત કચેરીને ઝઘડિયા કોમ્યુનિટી હોલ ખાતે સ્થાળાંતર કરવાની ફરજ પડી હતી. જોકે, હાલ પૂરતું ગ્રામ પંચાયત કચેરીનું કામકાજ બંધ રાખવામાં આવ્યું છે.