ભરૂચના આમોદ તાલુકામાં દિલ્હી–મુંબઈ એક્સપ્રેસ-વે પર દોરા ગામ નજીક હોટલ જગદીશ પાસે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 25 વર્ષીય ટ્રક ડ્રાઇવરનું દુઃખદ મોત નીપજ્યું છે. એક જ ટ્રકના બે ડ્રાઇવરો મુસાફરી દરમિયાન રોકાયા હતા. તે દરમિયાન એક ડ્રાઇવર ટ્રકની નીચે આરામ કરી રહ્યો હતો.
ત્યારે સાથી ડ્રાઇવરે અજાણતા ટ્રક આગળ ચલાવી દીધી હતી, જેના કારણે ટ્રકનું ટાયર નીચે સૂતેલા ડ્રાઇવર પર ફરી વળ્યું. ગંભીર ઇજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.
