અંકલેશ્વરની નવી દીવી રોડ પર શિવદર્શન બંગ્લોઝમાં એક મકાનમાં થયેલ ચોરીના ગુનામાં ભરૂચ એલસીબીની ટીમે એક રીઢા ચોરને ઝડપી પાડી અન્ય બે ચોરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે

ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરના શિવદર્શન બંગ્લોઝમાં એક બંધ મકાનમાં થયેલી ચોરીના ગુનામાં બાતમીના આધારે ભરૂચમાં રહેતા સતવંતસિંહ ઉર્ફે સંત ગુરદાસસિંહ ટાંકને ઝડપી લીધો હતો.તેની સઘન પૂછપરછ કરતા લાખનસીંગ અને રાજેન્દ્રસીંગ  તથા તેની સાથે આવેલ એક ઇસમ સ્વીફ્ટ કાર લઈને આવ્યા હતા અને ચોરીને અંજામ આપ્યો હતો.

વધુ પૂછપરછમાં ચોરીના દાગીના વેચાણ કરવા માટે રાજેન્દ્રસીંગ લઇ ગયો હતો.પોલીસે સતવંતસિંહ પાસેથી 10 હજારનો મોબાઈલ જપ્ત કર્યો હતો જયારે  લાખનસીંગ અને રાજેન્દ્રસીંગ  તથા  એક ઇસમને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ શહેર એ ડિવિઝન પોલીસ મથક માં ફરિયાદ દર્જ કરાવી હતી  

અત્રે ઉલ્લખનીય છે કે મુખ્ય આરોપી સતવંતસિંહ ટાંક સામે ભરૂચ, અંકલેશ્વર, અમદાવાદ, દાહોદ, મોડાસા અને અન્ય પોલીસ મથકોમાં ચોરી તથા ઘરફોડ ચોરીના અનેક ગુનાઓ નોંધાયેલા છે.